ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લામાં પત્રકાર આલમના ઉત્થાન, લોકપ્રશ્નોના સચોટ નિરાકરણ અને પત્રકારોની એકતા માટે ‘વલસાડ પત્રકારસંઘ‘ ની રચના કરવામાં આવી છે. આ સંઘના માધ્યમથી સિનિયર પત્રકારોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડમાં સક્રિય અને ઉત્સાહીનવજુવાન પત્રકારોને એક જ મંચ પર લાવીને સમાજ તથા લોક પ્રશ્નોને વાચા આપી તેનું યોગ્ય નિરાકરણ લાવવાના ભગીરથ પ્રયાસોહાથ ધરવામાં આવશે. જે માટે નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
તાજેતરમાં મળેલી વિશેષ બેઠકમાં સર્વાનુમતે સંસ્થાની નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેનીવિગતો નીચે મુજબ છે: પ્રમુખ: ઉત્પલભાઈ દેસાઈ, ઉપપ્રમુખ: કમલેશભાઈ હરિયાવાલા, ઉપપ્રમુખ: તરુણ નાયકા, મંત્રી: બંકીમભાઇદેસાઈ, સહમંત્રી: મુકેશભાઈ દેસાઈ, ખજાનચી: કાદરભાઈ હાસમાની,
સહ–ખજાનચી: પી. કે. ઠાકોર, કો–ઓર્ડીનેટર: દેયઝાદ ચોથિયા બાવાજી.
સંસ્થાનું સુચારુ સંચાલન અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે હેતુસર એક શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે: ઉત્પલભાઈ દેસાઈ, બંકીમભાઈ દેસાઈ, કાદરભાઈ હાસમાની, કમલેશભાઈહરિયાવાલા, સુભાષ ઠાકોર.
નવનિયુક્ત તમામ હોદ્દેદારોને બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો તથા શુભેચ્છકો દ્વારા ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીનેહાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વલસાડ પત્રકાર સંઘની આ રચનાથી જિલ્લાના પત્રકારત્વ જગતમાં એક નવી જ ઉર્જાઅને સકારાત્મક જોશ જોવા મળી રહ્યો છે









