કાલોલ શહેર સ્થિત સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વિકસિત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન.

તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

તારીખ ૧૭-૦૯-૨૦૨૬ ના રોજ શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેવિકસિત ભારતઅભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સર્જનાત્મકતા અને વિકસિત ભારતના સ્વપ્ન પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પદાધિકારીતરીકે હરિકૃષ્ણભાઈ કે. પટેલ અને અશોકકુમાર સોમાસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ વિકસિત ભારતના વિવિધ પાસાઓ જેવા કે શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, ડિજિટલ ભારત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા આત્મનિર્ભર ભારત જેવા વિષયો પર સુંદર ચિત્રો દોર્યા હતા. વિદ્યાર્થીનીઓએ પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા વિકસિત ભારતનું સુંદર અને પ્રેરણાદાયી રજૂ કર્યું હતું. મુખ્ય મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓનાં ચિત્રો નિહાળ્યાં હતાં અને તેમને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આમ, “વિકસિત ભારતઅંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા સફળતા પૂર્વક સંપન્ન થઈ હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો