નેકારીયામાં શ્રી રામચંદ્રજી ભગવાનના ૧૧ માં પાટોત્સવ નિમિત્તે ૨૭ પરિવારના યજમાનપદે યજ્ઞ યોજાયો..

ઓગડ તાલુકાના નેકારીયા ખાતે ૪૨ વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા શ્રી રામચંદ્રજી ભગવાનનું નાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરતા હતા. એકત્રીસ વર્ષ બાદ નવીન મંદિર બનાવી સંવત ૨૦૭૧ ના ભાદરવાસુદ ચોથ ને ગુરૂવાર સત્તરમી સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ ઠાકોર શિવાજી દેવણજી ના મુખ્ય યજમાનપદે શાસ્ત્રી ગૌતમભાઈ દવે ચાંગાવાળા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ પૂજારી કનૈયાલાલ સાધુ સહીત સંતો મહંતોની ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૪૫ કલાકે સ્વ.મફાભાઈ પાંચાભાઈ પ્રજાપતિ પરિવાર ના હસ્તે શ્રીરામચંદ્ર ભગવાન ની મૂર્તિની પ્રતિષ્ઠા,સ્વ. વિરમભાઈ પાંચાભાઈ પ્રજાપતિ પરિવારના હસ્તે શ્રી ગણેશ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા અને પટેલ રામાભાઈ ખેતાભાઈ પરિવારના હસ્તે શ્રી હનુમાન દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા ઠાકોર નાગજી દેવણજી પરિવારના હસ્તે ધજાદંડ ચડાવવામાં આવેલ હતો, જેને આજે અગિયાર વર્ષ પૂર્ણ થતા સંવત ૨૦૮૨ ના ભાદરવા સુદ છઠ્ઠને ગુરૂવાર સત્તરમી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઠાકોર, પ્રજાપતિ, ચૌધરી વગેરે સહીત ૨૭ પરિવારના યજમાનપદે શાસ્ત્રી હાર્દિકભાઈ જોષી (જાખેલ) સહિત ભૂદેવના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞ યોજાયો હતો.બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર,બનાસબેંકના પૂર્વ ચેરમેન અણદભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત,સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વચેરમેન પુરણસિંહ વાઘેલા,પાંચ પરગણા બ્રહ્મ સમાજના મહામંત્રી હેમુભાઈ જોષી,કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ થરાના ચેરમેન દશરથજી ઠાકોર, બનાસબેંક થરાના ઈન્સ્પેક્ટર સી.વી. ઠાકોર,બાબરભાઈ દેસાઈ, GKTS થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી સહીત પધારનાર દરેક મહેમાનોને બનાસકાંઠા જિલ્લા પંચાયત સદશ્ય ભુપતજી મકવાણા, સરપંચ મોહનભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, રમેશભાઈ પ્રજાપતિ સહીત દરેક ગ્રામજનોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનુંસંચાલન નેકારીયા નવા પ્રાથમિક શાળાના શિક્ષક કિરીટભાઈ સબોસાણાએ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530











