વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૭ સપ્ટેમ્બર : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃષિ યુનિવર્સિટી, ભચાઉ દ્વારા “સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાના અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામ ખાતે “કિસાન સમૃદ્ધિ દિવસ” નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે ૧૬૫ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાનડૉ.રાજદીપસિંહજાડેજાદ્વારા “કિસાન સમૃદ્ધિ દિવસ” નિમિત્તેવર્ષ૨૦૦૧થી૨૦૨૬દરમિયાનકચ્છજિલ્લામાંકૃષિક્ષેત્રેથયેલાપરિવર્તનઅનેવિકાસઅંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અઢી દાયકામાં કચ્છે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યું છે. અગાઉ પાણીની અછત અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિ માટે ઓળખાતો કચ્છ આજે બાગાયતી તથા રોકડિયા પાકોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
તેમણે કચ્છમાં કૃષિ વિકાસમાંનર્મદાનહેરનેટવર્ક, પાઇપલાઇનઆધારિતસિંચાઈઅનેટપકસિંચાઈપદ્ધતિની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ખેડૂતો દ્વારા આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવાના પરિણામેખારેક, કેસરકેરી, દાડમઅનેડ્રેગનફ્રૂટ (કમલમ)જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકોના વાવેતરમાં વધારો થયો હોવાનું તેમણે સમજાવ્યું હતું.
ત્યારબાદપ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો તથા વિવિધ આયામોઅંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં ટકાઉ અને પર્યાવરણમૈત્રી કૃષિ વ્યવસ્થાના વિકાસમાં પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા તેમજ ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જરૂરી બનશે. ખેડૂતોનેસ્થાનિક સંસાધનો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના સંકલન દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી લાંબા ગાળે ટકાઉ કૃષિ પદ્ધતિઓના વિકાસ સાથે ખેડૂતોની આવક વધારવા માટે નવી તકો ઊભી થઈ શકે.
ત્યારબાદડૉ. વારીસઅલીદ્વારા પ્રાકૃતિક ખેતીના અભિગમથીજમીનનુંપોષણવ્યવસ્થાપનકેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ડૉ. ભવ્યરાજસિંહવાઘેલાદ્વારા મગફળી, એરંડા અને કપાસ જેવા ખરીફ પાકોમાં આવતા વિવિધરોગો અને જીવાતોના પ્રાકૃતિક અસ્ત્રો દ્વારા નિયંત્રણઅંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદશ્રી રાજકુમાર પરવાડીયાદ્વારાસહભાગી સિંચાઈ વ્યવસ્થાપનઅંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વના આયામોનુંજીવંત નિદર્શનપણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીનેજીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિસ્થળ પર પ્રાયોગિક રીતે દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતિમ તબક્કામાંવિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે કાર્યરત ફૂડ પ્રોસેસિંગ એકમદ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધમૂલ્યવર્ધિત કૃષિ પેદાશો અને ઉત્પાદનોઅંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન દ્વારા વધારાની આવક ઊભી કરવાની તકો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.












