વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં ૭૬ સ્થળોએ યોજાયેલી ‘સામાજિક અધિકારિતા શિબિર’ના ભાગરૂપે ગંગપુર ખાતે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કેમ્પ યોજાયો હતો.
જિલ્લા વહીવટીતંત્ર અને ALIMCOના સંયુક્ત ઉપક્રમે એમ.પી. કાપડિયા હાઇસ્કૂલ ખાતે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે યોજાયેલા કેમ્પમાં ૯૫૭ લાભાર્થીઓને કુલ ૪,૩૭૩ સહાયક સાધનો-ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ૭૬૬ લાભાર્થીઓને ૪,૦૫૨ સાધનો અને ADIP યોજના હેઠળ ૧૯૧ દિવ્યાંગ લાભાર્થીઓને ૩૨૧ ઉપકરણો આપવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં જલાલપોર, નવસારી, ચીખલી અને ખેરગામ તાલુકામાં પણ આવા વિતરણ કેમ્પો યોજાશે.









