સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ યુનિવર્સિટીમાં રક્તદાન કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રક્તદાન માટે જોવા મળ્યો ઉત્સાહ

ભુજ, તા. ૧૮ સપ્ટેમ્બર : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ યુનિવર્સિટી, ભુજ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સાથે યુવાનો અને વિદ્યાર્થીઓમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ કેળવવાનો હતો.કેમ્પમાં કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવાનો, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ સહિત વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરતા પૂર્વે રક્તદાતાઓની જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને તબીબી ટીમ દ્વારા રક્તદાન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને યુનિવર્સિટી પરિવાર દ્વારા રક્તદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. “રક્તદાન એ મહાદાન”ના સંદેશ સાથે યુવાનોને નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચાર સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પોમાં કુલ 115 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પના સફળ આયોજન અને અમલીકરણમાં કચ્છ યુનિવર્સિટી પરિવાર તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી.રક્તદાન કરનાર તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજના વધુમાં વધુ લોકોને આવા સેવાકીય અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો