0%

HALVAD:હળવદ-મોરબી હાઇવે પર ઓઇલ મિલના ગોડાઉનમાંથી ₹૧૦.૬૪ લાખના જીરાની ચોરી: તસ્કરો ૨૮૦ મણ જીરું લઈ ફરાર

HALVAD:હળવદ-મોરબી હાઇવે પર ઓઇલ મિલના ગોડાઉનમાંથી ₹૧૦.૬૪ લાખના જીરાની ચોરી: તસ્કરો ૨૮૦ મણ જીરું લઈ ફરાર

હળવદ-મોરબી હાઇવે રોડ પર તસ્કરોનો મોટો હાથફેરો સામે આવ્યો છે. ચરાડવા ગામ નજીક આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનનો પાછળનો દરવાજો તોડી અજાણ્યા ચોર ઈસમો ₹૧૦.૬૪ લાખથી વધુની કિંમતનું ૨૮૦ મણ જીરું ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ખેડૂત ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર (ઉં.વ. ૫૭)નું જીરું હળવદ-મોરબી હાઇવે પર આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનમાં સંગ્રહ કરેલું હતું. વરસાદી સીઝનને ધ્યાને રાખીને જ્યારે ગોડાઉનની મુલાકાત લેવામાં આવી ત્યારે પાછળનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો અને અંદર તપાસ કરતાં ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.અજાણ્યા તસ્કરો દિવસ કે રાત્રિના કોઈપણ સમયે ગોડાઉનમાં પ્રવેશી કોઈ મોટા વાહનમાં કુલ ૧૦૨ બાચકા (કુલ ૨૮૦ મણ) જીરું, જેની અંદાજિત કિંમત ₹૧૦,૬૪,૦૦૦/- થાય છે, તે ભરીને પલાયન થઈ ગયા હતા.આ સમગ્ર મામલે ઘનશ્યામસિંહ પઢીયારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો