MALIYA:માળિયાના ખાખરેચી ગામે ઓઇલ મિલમાં તસ્કરો ત્રાટક્યા: રૂ. ૧.૯૮ લાખના કોપર વાયરની ચોરી

MALIYA:માળિયાના ખાખરેચી ગામે ઓઇલ મિલમાં તસ્કરો ત્રાટક્યા: રૂ. ૧.૯૮ લાખના કોપર વાયરની ચોરી

માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલી એક ઓઇલ મિલને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો મિલની બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઇલેક્ટ્રિક વાયરિંગ કાપીને ફરાર થઈ ગયા હતા.

મોરબીના એસ.પી. રોડ પર રહેતા વેપારી પરિમલભાઈ ભુપતભાઈ મણવર (ઉ.વ. ૪૭) ખાખરેચી ગામના પાટીયા સામે ‘પરિમલ એગ્રો’ નામે તેલનું કારખાનું ધરાવે છે. કોઈ અજાણ્યા તસ્કરોએ કારખાનાના શેડમાં આવેલી બારી કોઈ હથિયાર વડે ખોલી હતી અને અંદર રહેલી લોખંડની ગ્રીલને તીક્ષ્ણ હથિયારથી તોડી કારખાનામાં પ્રવેશ કર્યો હતો.

ચોરી થયેલ મુદ્દામાલ: ઓઇલ મિલની પેનલથી મોટર અને પેનલથી પેનલમાં સપ્લાય માટે વપરાતા અલગ-અલગ ગેજના આશરે ૨૬૮ થી ૨૯૮ મીટર કોપર કેબલ વાયર કુલ કિંમત: રૂ. ૧,૯૮,૯૩૦/- પરિમલ એગ્રો, ખાખરેચી ગામના પાટીયા સામે, માળિયા બનાવ અંગે વેપારી પરિમલભાઈ મણવરે અજાણ્યા ચોર વિરુદ્ધ માળિયા મીંયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો