HALVAD:હળવદ-મોરબી હાઇવે પર ઓઇલ મિલના ગોડાઉનમાંથી ₹૧૦.૬૪ લાખના જીરાની ચોરી: તસ્કરો ૨૮૦ મણ જીરું લઈ ફરાર

HALVAD:હળવદ-મોરબી હાઇવે પર ઓઇલ મિલના ગોડાઉનમાંથી ₹૧૦.૬૪ લાખના જીરાની ચોરી: તસ્કરો ૨૮૦ મણ જીરું લઈ ફરાર

હળવદ-મોરબી હાઇવે રોડ પર તસ્કરોનો મોટો હાથફેરો સામે આવ્યો છે. ચરાડવા ગામ નજીક આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનનો પાછળનો દરવાજો તોડી અજાણ્યા ચોર ઈસમો ₹૧૦.૬૪ લાખથી વધુની કિંમતનું ૨૮૦ મણ જીરું ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ખેડૂત ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર (ઉં.વ. ૫૭)નું જીરું હળવદ-મોરબી હાઇવે પર આવેલી ભવાની ઓઇલ મિલના ગોડાઉનમાં સંગ્રહ કરેલું હતું. વરસાદી સીઝનને ધ્યાને રાખીને જ્યારે ગોડાઉનની મુલાકાત લેવામાં આવી ત્યારે પાછળનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો અને અંદર તપાસ કરતાં ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.અજાણ્યા તસ્કરો દિવસ કે રાત્રિના કોઈપણ સમયે ગોડાઉનમાં પ્રવેશી કોઈ મોટા વાહનમાં કુલ ૧૦૨ બાચકા (કુલ ૨૮૦ મણ) જીરું, જેની અંદાજિત કિંમત ₹૧૦,૬૪,૦૦૦/- થાય છે, તે ભરીને પલાયન થઈ ગયા હતા.આ સમગ્ર મામલે ઘનશ્યામસિંહ પઢીયારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો