TANKARA ટંકારાના રાજવડ ગામે બાવળની કાંટમાંથી ૨૧૫ ચપલા વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર
ટંકારા પોલીસે બાતમીના આધારે રાજવડ ગામ પાસે સ્મશાન નજીક આવેલી વાડી બાજુની પડતર જમીનમાં દરોડો પાડી બાવળની કાંટમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાજવડ ગામના સ્મશાન નજીક દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.


આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા બાવળની કાંટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ૨૧૫ નંગ સીલપેક ચપલા (કિંમત રૂ. ૨૭,૯૫૦/-) મળી આવ્યા હતા.દરોડા દરમિયાન આરોપી રાહુલભાઇ વનરાજભાઈ બાલસરા (રહે. રાજાવડ, તા. ટંકારા) સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








