લુણાવાડામાં બીહીગ હ્યુમન ગ્રુપની સરાહનીય પહેલ અનાથ અને જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનુ વિતરણ

રીપોર્ટ આસીફ લુણાવાડા

  લુણાવાડામાં બીહીગ હ્યુમન ગ્રુપની સરાહનીય પહેલ અનાથ અને જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનુ વિતરણ

દર વર્ષે ગણેશ મહોત્સવમાં બિઈંગ હ્યુમન ગ્રુપ લુણાવાડા દ્વારા અનોખું અને હટકે આયોજન કરવામાં આવે છે…. આ વર્ષે પણ સમાજને મદદરૂપ થવાના એક અનન્ય વિષયને અમલમાં મુકવામાં આવ્યો…. આ વર્ષનો વિષય સમાજમાં શિક્ષણનું મહાત્મય સમજાવવાનો છે…. આ પ્રસંગે આજરોજ તારીખ ૧૮ સપ્ટેમ્બર શુક્રવારે સ્વ. મકવાણા કાન્તીભાઈ વાલજીભાઈ, બાલાસિનોરની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે અને દિરા દેસાઈના જન્મદિવસ નિમિત્તે, આશિષકુમાર કે. પ્રજાપતિ, મદદનીશ આદિજાતી વિકાસ દ્વારા, તથા ડૉ. જીગ્નેશ પટેલ, ભારત હોસ્પિટલ દ્વારા જય પટેલ તથા ભાર્ગવભાઈ દિવાકર તેમજ ભુમીરાજ સોલંકીના સહયોગ સાથે લુણાવાડા તથા આસપાસના આશરે ૧૫૦ ઉપરાંત અનાથ બાળકોને ગરમાગરમ નાસ્તો કરાવ્યા બાદ તમામ પ્રકારના શૈક્ષણિક સાધનો આવરી લેતી શૈક્ષણિક કીટનું મોટાપાયે વિતરણ કાર્ય બાદ આ તમામ બાળકોને ચપ્પલ પણ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું….

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો