અરવલ્લી –  નરાધમે 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું -લગ્નની લાલચ આપી સગીરાને બનાવી ગર્ભવતી – મૃત બાળકનેઆપ્યોજન્મ, આરોપી ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  નરાધમે 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું -લગ્નની લાલચ આપી સગીરાને બનાવી ગર્ભવતી – મૃત બાળકનેઆપ્યોજન્મ, આરોપી ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ફરી એક વાર ચકચારી ઘટના સામે આવી છે જેમાં 12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ મૃત બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે

અરવલ્લીના ભિલોડા તાલુકાના પાલ બાવળિયા ગામે 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે જેને લઇ ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પાલ બાવળિયા ગામે રહેતી 12 વર્ષ 11 મહિનાની સગીરાને ભિલોડા પાદરા ગામના આરોપી પોપટભાઈ લાલજીભાઈ ડામોર દ્વારા લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર જાતીય સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદમાં જણાવ્યા મુજબ નરાધમે સગીરા ગર્ભવતીબનાવી હતી.16 સપ્ટેમ્બર 2026ના રોજ ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ડિલિવરી દરમિયાન સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું પણ સામે આવ્યું આ મામલે ભિલોડા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોધી આરોપીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો