લખતર-તરમણીયા રોડ પર ગટરમાંથી એક્ટિવા સાથે યુવકનો મૃતદેહ મળ્યો.

તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ત્રણ દિવસથી ગુમ કડિયાકામ કરતા પ્રૌઢની લાશ મળતા ચકચાર: કળમ, કડુ સહિત પંથકના ગામોમાં શોકની કાલિમા છવાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-તરમણીયા રોડ પર આવેલી પાણીથી ભરેલી ગટરમાંથી આજે એક પ્રૌઢનો એક્ટિવા સાથે મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકની ઓળખ લખતર તાલુકાના કળમ ગામના વતની અને લોકપ્રિય કડિયાકામ કરનાર ગટુરભાઈ ઉર્ફે દેવજીભાઈ ખોખલીયા તરીકે થઈ છે. તેઓ વિતેલા ત્રણ દિવસથી પોતાના ઘરેથી ગુમ થયા હતા. ગુરુવારે લખતર- તરમણીયા રોડ પરથી પસાર થતા રાહદારીઓને ગટરમાં એક્ટિવા અને લાશ તરતી હોવાનું માલૂમ પડતાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતાં લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ ખટાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી ગટરના ઊંડા પાણીમાંથી એક્ટિવા અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક ગટુરભાઈ ઉર્ફે દેવજીભાઈ કરશનભાઈ ખોખલીયા ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક ચાલ્યા ગયા હતા. આ અંગે પરિવારે લખતર પોલીસ મથકમાં તેમની ગુમ થયા અંગેની અરજી પણ આપી હતી. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન આજે તેમની લાશ મળી આવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક ગટુરભાઈ ખોખલીયા વિસ્તારમાં કડિયાકામનો વ્યવસાય કરતા હતા અને પોતાના સરળ તેમજ મિલાપડા સ્વભાવના કારણે સારી લોકચાહના ધરાવતા હતા. તેમના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ કળમ, કડુ, ડેરવાળા, અને ભાલાળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. લખતર પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પંચનામા બાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ ઘટના અકસ્માતે ગટરમાં ખાબકવાથી બની છે કે અન્ય કોઈ કારણોસર? તે અંગેનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો