તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ૫૬૧ ગ્રામ સોનું અને રોકડ રકમ રિકવર કરતી પોલીસ

ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ૫૬૧ ગ્રામ સોનું અને રોકડ રકમ રિકવર કરતી પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અને અણઉકેલાયેલા બનાવોનો ઝડપથી નિકાલ લાવવાની દિશામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા સાંપડી છે. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની ખાસ સૂચના તથા માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે લીંબડીની રામદર્શન સોસાયટીમાં થયેલી કરોડોના સોનાના બિસ્કિટની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. એલસીબીના પીએસઆઇ આર.જે. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા તથા ભરતભાઈ સભાડ, એલસીબી પીઆઇ બી.એચ. શીંગરખીયા, એન.એ. રાયમા, એએસઆઈ લક્ષ્મણસિંહ ઝાલા, મનોજભાઈ ઝાલા, અશ્વિનભાઈ વડગામા, ગીરીરાજસિંહ જાડેજા, અશ્વિનભાઈ માથુકીયા, દશરથભાઈ ઘાંઘર સહિત સમગ્ર ટીમને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે લીંબડી સ્થિત રહેણાંક મકાનમાંથી થયેલી ચોરીના મામલે સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને ચોરીમાં સંડોવાયેલા ચાર પુરુષો અને એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રિકવર કરવામાં આવેલ જેમાં સોનાના બિસ્કિટ ૫૬ તોલા (૫૬૧ ગ્રામ) કિંમત રૂ. ૮૩,૫૮,૯૦૦ તથા રોકડ રકમ રૂ. ૧,૩૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ ૪ કિંમત રૂ.૩૫,૦૦૦ એમ કુલ મળીને રૂ. ૮૫,૨૩,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જેમાં પકડાયેલા આરોપી ધીરૂભાઈ મનજીભાઈ રાતોજા રહે, ચામુંડા ટેલર પાસે, રેલ્વે સ્ટેશન, લીંબડી, પ્રદીપભાઈ રણજીતભાઈ રાતોજા રહે, શિવાંગી સ્કૂલ બાજુમાં, રેલ્વે સ્ટેશન, લીંબડી, ભકુભાઈ ચતુરભાઈ કટોણા રહે, મોટા કેરાળા, સાયલા,, જયેશભાઈ જવાહરભાઈ પાટડીયા રહે, ઓમકારનગર, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર, અનસોયાબેન ધીરૂભાઈ રાતોજા રહે, ચામુંડા ટેલર પાસે, રેલ્વે સ્ટેશન, લીંબડી વાળાઓને કબ્જે કરાયેલ મુદ્દામાલ અને પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.










