વાંસદાના નિરપણ પ્રાથમિક શાળામાં “સેવા સંકલ્પ 2026” અંતર્ગત વંચિત બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સમાજના દરેક બાળકને સમાન તકો અને શિક્ષણનો લાભ મળે તેવા ઉદ્દેશ સાથે સેવા સંકલ્પ 2026 અંતર્ગત નિરપણ પ્રાથમિક શાળા, વાંસદા ખાતે વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભાજપ સંગઠનના પ્રમુખ સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા ,વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, સંગઠનજિલ્લા શિક્ષણ અધિકારી જયેશકુમાર ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણકુમાર અગ્રવાલ, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દેશલે, જિલ્લા AR & VE સમીનાબેન, BRC અધિકારી, નિરપણ ગામના સરપંચ કાશીરામભાઈ ચૌધરી, SMC અધ્યક્ષ તથા સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વંચિત બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ શિક્ષણની મુખ્યધારા સાથે વધુ મજબૂતીથી જોડાય તે હેતુથી શૈક્ષણિક સામગ્રી તથા ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત 2047”ના વિઝનને સાકાર કરવાની દિશામાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા “કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે” તેવા સંકલ્પ સાથે સેવા, સહકાર, સમાનતા અને માનવતાનો સકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો