દાહોદના BRC ભવન ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭ – સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શિક્ષણથી વંચિત બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

તા.૧૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના BRC ભવન ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭ – સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શિક્ષણથી વંચિત બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

શિક્ષણ વિભાગ  ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દાહોદ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ ૨૦૨૬’ અંતર્ગત શિક્ષણથી વંચિત રહેલ બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે ” સન્માન કાર્યક્રમ (પ્રાથમિક અને માધ્યમિક)” બી.આર.સી. ભવન દાહોદ ખાતે ભવ્ય રીતે યોજાયો.  ​આ કાર્યક્રમ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, દાહોદ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક,જિલ્લા એસ.ટી.પી.કૉ.ઑ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ , તમામ તાલુકાના બી.આર.સી.કૉ.ઑ. ઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.​કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે શિક્ષણથી વંચિત રહી ગયેલા અને શિક્ષણ ના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાયેલા પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને બેગ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બાળકોને પ્રોત્સાહિત કરતા શિક્ષણનુ મહત્વ સમજાવ્યું અને રાજ્યના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવવામાં આવ્યું હતું.​આ સન્માન સમારોહમાં એસ.એસ.એ. (Samagra Shiksha Abhiyan) સ્ટાફ, વિવિધ પદાધિકારીઓ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. તમામના સામુહિક સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો