પ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના ભાતિગળ મેળામાં માનવ મહેરામણ ઉમટયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૯ સપ્ટેમ્બર : વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર એવા તાલુકા મથક રાપર થી પંદર કિલોમીટર દૂર આવેલા રવ ગામમાં આવેલ રવેચી માતાજીના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ આઠમ ના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આજે ભવ્ય ભાતિગળ મેળો ભરાયો હતો. જેમાં દેશ વિદેશમાંથી લોકો તથા વાગડ કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર મુંબઈ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાંથી મેળો માણવા માટે લોકો ઉમટયા હતા. આ વર્ષે મેઘરાજાની મહેર થઈ હોવાથી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ સાથે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, મંદિરના મહંતશ્રી હિરાગીરીજી બાપુ સહિત પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો