રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ભુજ ખાતે “બેક ટુ સ્કુલ અભિયાન” અને અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ – સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ સપ્ટેમ્બર : રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ભુજ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે બેક ટુ સ્કુલ અભિયાન અને અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા (ડ્રોપ-આઉટ દર ઘટાડવા) માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ભગીરથ પ્રયાસો સરાહનીય છે. આ માત્ર સરકારનો જ નહીં પરંતુ શિક્ષકો, સી.આર.સી, બી.આર.સી અને સમગ્ર સમાજના સહિયારા પ્રયાસોનું પરિણામ છે કે આજે શાળાઓમાં નોંધપાત્ર નામાંકન અને પુનઃ પ્રવેશ શક્ય બન્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળની સરખામણીએ આજે કન્યા કેળવણી અને સ્ત્રી સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. બોર્ડની પરીક્ષાઓના પરિણામોમાં પણ દીકરીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક સમયમાં કચ્છ અને સમગ્ર રાજ્યમાં માધ્યમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે, જેનાથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્યો અને શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને યાદ કરીને ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવા પેઢી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શુભેચ્છા રાજ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.કાર્યક્રમમાં બેક ટુ સ્કૂલ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ તેમજ શાળા છોડી ગયેલ પુન:પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના સન્માન સાથે શાળા છોડી પુન:પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમારે કચ્છ જિલ્લામાં છેલ્લાં ૦૩ વર્ષમાં કચ્છને મળેલ ૮૦ જેટલી માધ્યમિક શાળાઓ બદલ સરકારશ્રીનો આભાર માની કચ્છમાં ડ્રોપ આઉટ ઘટાડવા માટે થયેલ કામગીરીની વિગતો આપી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ જાડેજા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી, કૉ-ઓપ્ટ સભ્ય રશ્મિભાઈ ઠક્કર, કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં કૃતિબેન લહેરુ, ઇસાર સંસ્થા રાપરનાં મીનાબેન મેરિયા તથા મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આચાર્યો, શિક્ષકો,વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમનું સંચાલ ભૂમિબેન ચોકસી જયારે આભારવિધિ શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ કરી હતી.









