જામનગર કલેક્ટર પંડ્યા નુ સુશાસન, પોઝીટીવીટી

  1. અધિકારીઓને સંકલનમાં રહી હકારાત્મક દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીનું સૂચન

જામનગર ( ભરત જી. ભોગાયતા)   જામનગર જિલ્લા કલેકટરશ્રી પી.બી. પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અગાઉની બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગોને લગતી રજુઆતો, અરજીઓ અને પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર, બસ સ્ટેન્ડની સુવિધા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે જમીન સંપાદનનું વળતર, ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમતના મેદાનો, નવા વીજ જોડાણો તથા વીજ પુરવઠાની સમસ્યાઓ, માછીમારોને ડીઝલ કાર્ડ અને કે.સી.સી. ધિરાણ, આવાસ યોજનાના હપ્તા, મકાનો રેગ્યુલરાઈઝેશન, ઘાસ ડેપો, જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ, ગામોમાં નિયમિત પીવાના પાણીનું વિતરણ, બસ રૂટની સુવિધા તેમજ સિંચાઈ સંબંધિત પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો જેમાં રી-સર્વે માપણીની ભૂલો સુધારવા, પીવાના પાણી માટે નવી ઊંચી ટાંકી બનાવવા, ટેલિકોમ્યુનિકેશન નેટવર્કની સુવિધા સુધારવા, ચેકડેમના સમારકામ, સૌની યોજના અંતગર્ત પાણી પહોચાડવા, સ્પીડ બ્રેકર મૂકવા જેવા લોકલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

વધુ શોધો

તાજા સમાચા વાંચો

પ  

ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા દ્વારા વિવિધ ગામોમાં રોડ-રસ્તાઓના કામો, ગૌચરની જમીન માપણી બાબતનો પ્રશ્ન, નીમ થયેલ ગ્રામતળ માંથી લોકોને પ્લોટ ફાળવવા બાબત, જામજોધપુર તાલુકાના ગામોમાં ગામતળના પ્લોટની ઉપલબ્ધતા, ગ્રામ પંચાયતોની મુલાકાત,શાળાઓમાં એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ કીટ અને સ્પોર્ટ્સના સાધનો ફાળવવા અંગે, જિલ્લા રમત ગમત કચેરીને લગત પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્યોશ્રી દ્વારા રજુ થયેલ પ્રશ્નો અને લોકરજુઆતોને વાચા આપી પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપથી કામો પૂર્ણ કરવા અને રજુઆતોનું નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ લોકોની રજૂઆતોનો ત્વરિત અને હકારાત્મક નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.વધુમાં, સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે મહેસૂલ, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન, પંચાયત, વીજળી જેવા વિભાગોની કામગીરીની સમીક્ષા કરી, પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંકલનમાં રહી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને હકારાત્મક દિશામાં કામગીરી કરી લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેકટરશ્રી વિમલ ચૌધરી સહિત લગત વિભાગના અધિકારીશ્રીઓ, સંકલન સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ એક અહેવાલ

*જામનગર તાલુકાના મહેસૂલી તલાટીઓનું ગામડાંઓની મુલાકાત અંગેનું નવું સમયપત્રક જાહેર*

જામનગર તા.૧૯, ગામડાંના નાગરિકોને પોતાના મહેસૂલી કામકાજ માટે તલાટીઓ કયા દિવસે ચોક્કસ કયા ગામે ઉપલબ્ધ રહેશે તેની સરળ અને સચોટ માહિતી મળી રહે તે માટે કલેક્ટરશ્રી જામનગરના નવા મહેસૂલી જોબ ચાર્ટ અંગેના સૂચના પત્ર અન્વયે જામનગર તાલુકામાં મહેસૂલી તલાટીઓની ગામડાંઓની મુલાકાત માટેનું નવું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.

જામનગર તાલુકા ખાતે ફરજ બજાવતા કુલ ૧૯ મહેસૂલી તલાટી પૈકી હાલ ૦૬ તલાટીશ્રીઓ આઈ.એલ.આર. કચેરી, જામનગર ખાતે તથા ૧૩ તલાટીશ્રીઓ તાલુકા કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ ૧૩ મહેસૂલી તલાટીશ્રીઓની આંતરિક ચાર્જ વ્યવસ્થા મુજબ સોમવારથી શનિવાર દરમિયાન પોતાના સેજાના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ ગામોની મુલાકાત અને હાજરી અંગેનું વિગતવાર સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.

આ સમયપત્રક મુજબ વિવિધ તલાટીશ્રીઓ પોતાના મુખ્ય સેજા તથા ચાર્જ હેઠળના ગામોની નિયમિત મુલાકાત લેશે. જેમાં શ્રી જે.એમ.તાળા (મો. 9924820440 – મુખ્ય સેજો: ચંગા, ચાર્જ: ઠેબા, હર્ષદપુર) સોમવાર તથા મંગળવારે ચેલા, બુધવારે હર્ષદપુર, શુક્રવારે ઠેબા અને શનિવારે મોરકંડા ગામે હાજર રહેશે. સુશ્રી એન.કે.યાજ્ઞિક (મો. 9712122300 – મુખ્ય સેજો: આમરા, ચાર્જ: સિક્કા) સોમવાર અને મંગળવારે આમરા, બુધવારે જીવાપર, શુક્રવારે દોઢીયા અને શનિવારે ગાડુકા ગામે ઉપલબ્ધ રહેશે. સુશ્રી ડી.પી.મહેતા (મો. 9714458850 – મુખ્ય સેજો: વીજરખી) સોમવારે વીજરખી, મંગળવારે સપડા, બુધવારે મિયાત્રા, શુક્રવારે વીજરખી અને શનિવારે બાલંભડી ખાતે હાજર રહેશે. સુશ્રી એ.એચ.જોષી (મો. 8734816714 – મુખ્ય સેજો: મોડપર) સોમવાર, મંગળવાર અને બુધવારે મોડપર, શુક્રવારે મતવા અને શનિવારે નાના થાવરીયા ગામે હાજરી આપશે. શ્રી બી.કે.ભુંડિયા (મો. 7990796278 / 9737376940 – મુખ્ય સેજો: મોટી ખાવડી) સોમવારે મોટી ખાવડી, મંગળવારે સિક્કા, બુધવારે ગાગવા, શુક્રવારે હડમતીયા અને શનિવારે નાની માટલી ખાતે રહેશે. સુશ્રી આર.કે.ચુડાસમા (મો. 7984782394 – મુખ્ય સેજો: નારણપર) સોમવારે લાવડીયા, મંગળવારે દિગ્વિજયગ્રામ અને દરેડ, બુધવારે મકવાણા, શુક્રવારે સિક્કા, દિગ્વિજયગ્રામ તથા નારણપર અને શનિવારે ફાચરીયા, મુંગણી તથા દડીયા ગામે સેવાઓ આપશે.
તે જ રીતે, સુશ્રી ડી.જી.ચંડેરા (મો. 8758431888 – મુખ્ય સેજો: ખીમરાણા, ચાર્જ: જગા) સોમવારે બેરાજા અને પસાયા, મંગળવારે મેડી અને જગા, બુધવારે વરણા, ગુરુવારે મામલતદાર કચેરી જામનગર (ગ્રામ્ય) ખાતે મીટીંગમાં, શુક્રવારે ખીમરાણા અને સેખપાટ તથા શનિવારે ખીજડીયા અને હાપા ખાતે ઉપલબ્ધ રહેશે. શ્રી આર.વી.પરમાર (મો. 9824974548 – મુખ્ય સેજો: ફલ્લા) સોમવાર અને બુધવારે મોટી બાણુંગાર, મંગળવારે ફલ્લા, ગુરુવારે ફલ્લા અને વેરતિયા, શુક્રવારે મોટી બાણુંગાર અને ચાવડા તથા શનિવારે ફલ્લા અને લાખાણી મોટોવાસ ગામે હાજર રહેશે. શ્રી ડી.કે.દવે (મો. 9173460888 – મુખ્ય સેજો: જામવંથલી, ચાર્જ: લાખાણી મોટોવાસ) સોમવારે જામવંથલી અને મંગળવારે વિરપર ગામે ફરજ બજાવશે. શ્રી એન.એલ.કરમુર (મો. 8530278863 – મુખ્ય સેજો: અલીયા, ચાર્જ: ઘુતારપર) સોમવાર, બુધવાર અને શનિવારે અલીયા, મંગળવારે ઘુતારપર અને ઘુડશીયા તથા શુક્રવારે ઘુતારપર ગામે હાજર રહેશે. સુશ્રી બી.એમ.ખરા (મો. 9558159264 – મુખ્ય સેજો: મોટી ભલસાણ, ચાર્જ: વાગડીયા) સોમવારે મોટી ભલસાણ, મંગળવારે વાણિયાગામ, શુક્રવારે ચંદ્રાગા અને શનિવારે સુમરી ભલસાણ ખાતે ઉપલબ્ધ રહેશે. શ્રી ડી.એન.ઝાલા (મો. 8490996555 – મુખ્ય સેજો: નાઘેડી, ચાર્જ: ધુંવાવ) અને શ્રી વાય.એ.ઝાલા (મો. 97144238688 – મુખ્ય સેજો: લાખાબાવળ, ચાર્જ: વસઇ) સોમવારે ધુંવાવ, વિભાપર અને લાખાબાવળ, મંગળવારે નાઘેડી, ગોરધનપર, ચાંપાબેરાજા અને વાવબેરાજા, બુધવારે ખારાબેરાજા, વસઈ, રાવલસર અને બેડ, શુક્રવારે ઢિંચડા, શાપર અને સરમત તથા શનિવારે નવાનાગના, જુનાનાગના, કનસુમરા અને મસીતીયા ગામે હાજરી આપશે.

આ નવું સમયપત્રક અમલમાં આવવાથી ગ્રામજનોને પોતાના મહેસૂલી પ્રશ્નો તેમજ વિવિધ દાખલા-પ્રમાણપત્રો અને કામકાજ માટે સંબંધિત તલાટીશ્રીઓનો સીધો સંપર્ક કરવામાં ખૂબ જ સરળતા રહેશે.
0000000

##############################

વિશેષ વાત — કલેકટરેટ ના વિસ્તૃત અહેવાલો , જામનગર જિલ્લા માહિતી અધિકારી.  ાવસોનલબેન    ના માર્ગ દર્શનમાં સિનિયર સબ એડિટર પારૂલબેન અને વિરેન્દ્રસિંહ નિયમિત બનાવી દરેક માધ્યમો જેમકે પ્રિન્ટ , ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વેબ ન્યૂઝ સહિત ને મોકલતા રહે છે સહયોગીઓ માં ગજેન્દ્રસિંહ અને અમિતભાઈ પણ હોય છે

Regards

Bharat g. Bhogayata-

Journalist (government accredate)

B.sc.,ll.b.,dny(GAU), journalism

8758659878

bhogayatabharat@gmail.com

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો