MORBI:મોરબી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ૫૦૦ દીવડા પ્રગટાવી ભવ્ય મહાઆરતી યોજાઈ

MORBI:મોરબી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ૫૦૦ દીવડા પ્રગટાવી ભવ્ય મહાઆરતી યોજાઈ

મોરબી:દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે મોરબી-૨ ખાતે ભવ્ય અને શ્રદ્ધામય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકાના વોર્ડ નં. ૪માં આવેલા ખારી વિસ્તાર સ્થિત રામદેવપીર મંદિર (ત્રાજપર ચાર રસ્તા ચોકડી, જૂના ધૂંટુ રોડ) ખાતે ૫૦૦ દીવડા પ્રગટાવી સમગ્ર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ સુખાકારી માટે વિશેષ મહાઆરતીનું આયોજન થયું હતું.

આ ધાર્મિક ઉત્સવમાં મોરબી નગરપાલિકાના કોર્પોરેટર તેમજ લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન એડવોકેટ પૂનમબેન જીતેનભાઈ આગેચાણિયા, કોર્પોરેટર અશ્વિનીબેન તુલસીભાઈ પટાડીયા તથા મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ આગેચાણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ત્રાજપર વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર તુલસીભાઈ પાટડિયા, વિનોદભાઈ ડાભી, મયુરભાઈ ગોહિલ, ભોજાભાઈ ભરવાડ, છગનભાઈ ભરવાડ, દીપાભાઈ વરાણીયા, હકુભાઈ, પ્રકાશભાઈ, રવિ બારૈયા તેમજ મહાવીરસિંહ જાડેજા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વોર્ડ નં. ૪ના સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી શ્રદ્ધાપૂર્વક મહાઆરતીનો લાભ લીધો હતો.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો