નાયબ કલેક્ટર મહીસાગર એચ. ટી. મકવાણાની આકસ્મિક તપાસમાં રૂ. 12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપાઈ*

*રીપોર્ટ આસીફ લુણાવાડા*

 

*નાયબ કલેક્ટર મહીસાગર એચ. ટી. મકવાણાની આકસ્મિક તપાસમાં રૂ. 12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપાઈ*

નાના સોનેલા ગામે “અર્બુદા બંગલોઝ” ખાતે ખુલ્લા પ્લોટ તરીકે થયેલા વેચાણ દસ્તાવેજોમાં સ્થળ પર બે માળના RCC બાંધકામો મળી આવ્યા

 

*મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામે આવેલ અર્બુદા બંગલોઝ” ખાતે તેમની ટીમ સાથે આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી* તપાસ દરમિયાન મિલકતોના વેચાણ દસ્તાવેજોમાં દર્શાવેલ વિગતો અને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ગંભીર વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મોજે નાના સોનેલા, તા. લુણાવાડા, બિનખેતી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નં. NA-67/P1, કુલ ક્ષેત્રફળ **23,756.00 ચો.મી.**માં વિકસાવવામાં આવેલ અર્બુદા બંગલોઝના પ્લોટ નં. 17, 21, 23 અને 26 અંગે તા. 29/08/2026ના રોજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજો નોંધાવવામાં આવ્યા હતા.

ઉક્ત દસ્તાવેજોમાં સંબંધિત મિલકતોને “બિનખેતી રહેણાંક ઉપયોગી ખુલ્લા પ્લોટ” તરીકે દર્શાવવામાં આવી હતી. જ્યારે નાયબ કલેક્ટરની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા આ તમામ પ્લોટો ઉપર બે માળના RCC ફ્રેમ સ્ટ્રક્ચરવાળા બાંધકામો અસ્તિત્વમાં હોવાનું જણાઈ આવ્યું હતું.

તપાસમાં ખાસ કરીને નીચે મુજબના પ્લોટોના દસ્તાવેજો સામે આવ્યા હતા:

પ્લોટ નં.

ક્ષેત્રફળ

વેચનાર

ખરીદનાર

17

112.27 ચો.મી.

પટેલ કંકુબેન મણિલાલ

પટેલ ભાર્ગવીબેન નાનાભાઈ

21

91.65 ચો.મી.

પટેલ કંકુબેન મણિલાલ

પટેલ દિવ્યાબેન અરવિંદભાઈ

23

96.00 ચો.મી.

પટેલ કંકુબેન મણિલાલ

પટેલ કેતનભાઈ દલાભાઈ

26

91.65 ચો.મી.

પટેલ કંકુબેન મણિલાલ

પટેલ કાંતાબેન કનુભાઈ

પ્રાથમિક તપાસમાં દસ્તાવેજોમાં મિલકતની જે સ્થિતિ દર્શાવવામાં આવી હતી અને સ્થળ પર વાસ્તવમાં અસ્તિત્વમાં રહેલ બાંધકામ વચ્ચે તફાવત જણાતા, મિલકતની વાસ્તવિક બજાર કિંમત તથા લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીની પુનઃચકાસણી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 તથા ગુજરાત સ્ટેમ્પ (બજાર કિંમત નક્કી કરવા બાબતના) નિયમો, 1984 હેઠળ દસ્તાવેજમાં મિલકત અંગેની જરૂરી અને સાચી વિગતો રજૂ કરવાની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે. સ્થળ તપાસ દરમિયાન મળેલી હકીકતોના આધારે સંબંધિત દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની અછત અને દસ્તાવેજમાં દર્શાવેલ વિગતો અંગેની ગેરરીતિ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ મુજબ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી, દંડ તથા અન્ય કાયદેસર વસૂલાત નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક ગણતરી મુજબ આ સમગ્ર કાર્યવાહી અંતર્ગત રૂ. 12 લાખથી વધુની રકમની સ્ટેમ્પ ડ્યુટી તથા સંલગ્ન દંડની વસૂલાત થવાની શક્યતા છે.

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અથવા મિલકતની વાસ્તવિક સ્થિતિ છુપાવીને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાના પ્રયાસો સામે સ્થળ તપાસ અને દસ્તાવેજોની તુલનાત્મક ચકાસણી વધુ સઘન બનાવવામાં આવશે. દસ્તાવેજમાં દર્શાવેલ મિલકતની વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે કોઈ વિસંગતતા જણાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો