સડલાની દીકરી UK ભણવા જતાં ગ્રામજનો ઘેલા થયા: ટીકરથી સડલા સુધી યોજાઈ ડીજે રેલી

તા.20/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સડલા ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ દીકરીને ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ

મૂળ સડલા ગામની દીકરી આરતીબેન રમેશભાઈ બોચિયા ઉચ્ચ અભ્યાસ માટે યુનાઇટેડ કિંગડમ (UK) જવા રવાના થઈ રહ્યા છે. આ પ્રસંગને યાદગાર બનાવવા અને દીકરીના ઉત્સાહવર્ધન અર્થે ટીકર ગામેથી સડલા સુધી ડીજેના તાલ સાથે એક ભવ્ય અને ઉત્સાહસભર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીકર ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલી ડીજેના ધમધમાટ અને આહલાદક વાતાવરણ વચ્ચે સડલા ગામ પહોંચી હતી. માર્ગો પર ગ્રામજનો દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર ગ્રામજનો, પરિવારજનો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરી આરતીબેનને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી સફર માટે હૃદયપૂર્વક આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. આ સન્માન સમારંભમાં તાલુકા પંચાયત પ્રમુખ મુગટભાઈ પટેલ, સડલા ગામના સરપંચ મનસુખભાઈ રાઠોડ, રામોદના અંકિતભાઈ રાઠોડ તથા બી.કે. પરમાર સહિતના વરિષ્ઠ સામાજિક અગ્રણીઓ, કાર્યકરો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરતીબેનને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “ગામની દીકરી વિદેશમાં શિક્ષણ મેળવી પોતાના પરિવાર, ગામ અને સમગ્ર સમાજનું નામ રોશન કરે તે સૌ માટે ગૌરવની વાત છે.” સમગ્ર કાર્યક્રમ આહલાદક માહોલ, જનમેદનીના ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો