કાલોલ નાં ડેરોલ સ્ટેશન ખાતે શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં દાદાને ભાવપૂર્વક અન્નકૂટ ધરાવાયો.

તારીખ ૨૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ડેરોલ સ્ટેશનના ઘી કાંટા રોડ ખાતે યોજાયેલા ગણેશ ઉત્સવમાં ભક્તિમય માહોલ વચ્ચે શનિવારે રાત્રે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીને છપ્પન ભોગ અન્નકૂટનો ભવ્ય પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવમાં આજ રોજ ગણપતિ દાદાના સાનિધ્યમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો અને મિષ્ટાન ધરાવીને અન્નકૂટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાના મનમોહક શૃંગાર અને અન્નકૂટના દર્શન માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર મંડપ “ગણપતિ બાપા મોરિયા” ના જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો. શ્રદ્ધાળુઓએ દાદાના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને દર્શન બાદ ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો