ખેડબ્રહ્મા ખાતે માં અંબાના દર્શન કરી સાંસદ શોભનાબેન બારૈયાએ ધજા ચડાવી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ખેડબ્રહ્મા ખાતે માં અંબાના દર્શન કરી સાંસદ શોભનાબેન બારૈયાએ ધજા ચડાવી


સાબરકાંઠા–અરવલ્લી લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયાએ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સાથે અસારવા–ખેડબ્રહ્મા વિશેષ ટ્રેનમાં પ્રાંતિજથી ખેડબ્રહ્મા સુધી મુસાફરી કરી હતી. શ્રદ્ધાળુઓ માટે ફાળવવામાં આવેલી આ વિશેષ ટ્રેનનું જાદર અને વડાલી ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સાંસદ શોભનાબેન બારૈયા સહિત આગેવાનો અને કાર્યકરોએ પગપાળા મંદિર સુધી યાત્રા કરી હતી. ત્યારબાદ માં અંબાના દર્શન કરી માતાજીના ચરણે ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો