ડાંગ જિલ્લામાં શેરડી કામદારોના હક્ક માટે મજૂર અધિકાર મંચનું કલેક્ટરને આવેદન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં શેરડી કાપણી કામદારોને રૂ.476 પ્રતિ ટન લઘુત્તમ વેતન ચૂકવવા સહિત વિવિધ માંગણીઓ.

ડાંગ જિલ્લા મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપણીના કામ સાથે સંકળાયેલા ગરીબ આદિવાસી મજૂરોના હક્કો અને અધિકારોના રક્ષણ માટે ડાંગ જિલ્લા કલેક્ટરને સંબોધીને મહત્વનું આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.આવેદનમાં સરકાર દ્વારા તા. 27/03/2023ના જાહેરનામા મુજબ શેરડી કાપણી કામદારોને રૂ.476 પ્રતિ ટન લઘુત્તમ વેતન ચૂકવવાની માંગ કરવામાં આવી છે.મજૂર અધિકાર મંચના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા શેરડી કાપણીના કામદારો માટે લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું હોવા છતાં અનેક સુગર ફેક્ટરીઓમાં કામદારોને નક્કી કરાયેલું સંપૂર્ણ વેતન ચૂકવવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ નિયત દર કરતાં ઓછું વેતન ચૂકવાતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.જેના કારણે આદિવાસી મજૂરોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને તેમના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.આવેદનપત્રમાં મજૂર અધિકાર મંચ દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.જેમાં શેરડી કાપણી કરતા તમામ કામદારોને રૂ.476 પ્રતિ ટનના દરે લઘુત્તમ વેતન સંપૂર્ણપણે ચૂકવવા, મુકાદમોને તેમનું રૂ.1,000 કમિશન અલગથી ચૂકવવા તેમજ કામદારો માટે કામના સ્થળે યોગ્ય શેડ, પીવાનું શુદ્ધ પાણી, વીજળી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, કામદારો સાથે સ્થળાંતર કરીને આવતા બાળકો માટે આંગણવાડી તથા ટેન્ટ સ્કૂલની વ્યવસ્થા કરવા, શેરડી કાપણી કામદારો માટે અકસ્માત વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ અકસ્માતમાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેમના વારસદારોને યોગ્ય વળતર મળે તે માટે સુગર ફેક્ટરીઓ દ્વારા અલગથી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.મજૂર અધિકાર મંચે શેરડી કાપણી કરતા કામદારોના માલિક તરીકે જવાબદાર વ્યક્તિ અથવા સંસ્થાની સ્પષ્ટ રીતે ઓળખ અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી છે.મંચ દ્વારા જણાવાયું છે કે, શેરડી કાપણી કામદારોના વેતન, મૂળભૂત અધિકારો અને કામના સ્થળે જરૂરી માનવીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો