ભાડુંત ગામની દીકરી શ્વેતા પટેલે બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ રમતગમતનું પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ભાંડુટ ગામ, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરતનું નામ રોશન કર્યું છે. શ્વેતા પટેલ ભાંડુત ગામના વતની રમેશભાઈ લલ્લુભાઈ પટેલની પુત્રી છે. તેમની આ સિદ્ધિ બદલ પરિવારજનો, ગ્રામજનો અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. શ્વેતાએ પોતાની મહેનત અને પ્રતિભાથી માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે ભાંડુત ગામના ડેપ્યુટી સરપંચ તથા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા શ્વેતા પટેલને હાર્દિક અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત










