MORBI:મોરબી SOGએ ગાંધીધામ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. કેસના ફરાર આરોપીને દબોચ્યો

MORBI:મોરબી SOGએ ગાંધીધામ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. કેસના ફરાર આરોપીને દબોચ્યો

 

મોરબી:ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસ પકડથી ભાગતો ફરતો આરોપી આખરે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમના હાથે ઝડપાઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગાંધીધામના એન.ડી.પી.એસ. ગુનાનો વોન્ટેડ આરોપી વાવડી રોડ પર આવેલી કે.જી.એન. સોસાયટી પાછળ છુપાયેલો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક દરોડો પાડી વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ ઝૂંપડા પાસેથી આરોપી રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉં.વ. ૫૯, હાલ રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર, મૂળ રહે. ગણેશનગર, સેક્ટર-૭, પ્લોટ નં. ૮૭, ગાંધીધામ)ને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

એસ.ઓ.જી. ટીમે આરોપીને ઝડપી લઈ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવા માટે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો