બંગાળની ખાડીમાં સંભવિત ‘અર્નબ’ વાવાઝોડાને કારણે આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી અઠવાડિયે ભારતના ત્રણ રાજ્યોમાં વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ દસ્તક આપી શકે છે. જોકે, આ અંગે પરિસ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી અને માત્ર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ચોમાસાની વિદાય મોટા વિનાશ સાથે થઈ શકે છે. ઉત્તરીય અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર) બની રહ્યું છે, જે સોમવારે વધુ મજબૂત બની શકે છે. જોકે, આ ચક્રવાતી વાવાઝોડા ‘અર્નબ’માં પરિવર્તિત થશે કે નહીં, તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં થઈ શકે છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર એલર્ટ જાહેર કરવાનું બાકી છે. જો આમ થશે, તો અર્નબ આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, દબાણનું ક્ષેત્ર હાલમાં ઉત્તરીય અંદમાન સમુદ્ર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. તેની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે તે સોમવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. સાથે જ બુધવારે સવારે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરીય ક્ષેત્રમાં પહોંચી શકે છે.

અલીપુર હવામાન વિભાગના કાર્યાલયને ટાંકીને જણાવાયું છે કે, પશ્ચિમ બંગાળ પર ચક્રવાત અર્નબની અસર થઈ શકે છે. સાથે જ તેની અસર શુક્રવાર સુધી રહેવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, દબાણનું ક્ષેત્ર ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. બંગાળમાં સોમવારે ઓછો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ મંગળવારથી તેમાં વધારો નોંધાઈ શકે છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મંગળવારથી ઝડપી વરસાદનો દોર શરૂ થઈ શકે છે ,અને બુધવારથી શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરમાં તેની વધુ અસર માનવામાં આવે છે. આ સિવાય દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ, મુર્શિદાબાદ, પુરુલિયા અને ઝારગ્રામમાં ભારે વરસાદની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની વિદાય (Monsoon Withdrawal) શરૂ થઈ ગઈ છે, અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી તે પાછું ખેંચાઈ રહ્યું છે. IMDના પૂર્વાનુમાન મુજબ, 25 થી 28 સપ્ટેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. વિદર્ભ અને મરાઠાવાડામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. નિશ્ચિત સમય કરતાં મોડું પ્રવેશનારું ચોમાસું પાછું ખેંચાવવામાં પણ વિલંબ કરી રહ્યું છે, અને 17ના બદલે 19 સપ્ટેમ્બરથી વિદાયની પ્રક્રિયા શરૂ થયેલી માનવામાં આવે છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો