મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને ₹2000થી વધુની પેટ્રોલ-ડીઝલ ખરીદી પર UPI સ્વીકારવાનો ઇનકાર કર્યો

દેશના વિવિધ ભાગોમાં UPI પેમેન્ટ પર MDR ચાર્જને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકારનું કહેવું છે કે સામાન્ય માણસ પર એક પણ રૂપિયાનો બોજ નાખવામાં આવશે નહીં. માત્ર મોટા ટ્રાન્ઝેક્શન રૂપિયા 2000થી વધુ પર મોટા મર્ચન્ટને 0.40 ટકા MDR લાગશે. એટલે કે રૂપિયા 3000ના UPI પર મર્ચન્ટને રૂપિયા 12નો MDR લાગશે.

દેશના ઘણા ભાગોમાં સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, કેટલાક લોકોમાં MDRના નિયમને લઈને કન્ફ્યુઝન પણ છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને જાહેરાત કરી છે કે તેઓ 16 ઓક્ટોબરથી રૂપિયા 2000થી વધુની પેટ્રોલ-ડીઝલની ખરીદી પર UPI ચૂકવણી સ્વીકારશે નહીં.

મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખનું માનીએ તો નવી વ્યવસ્થા હેઠળ એક પેટ્રોલ પંપને દર મહિને આશરે રૂપિયા 17,700નું નુકસાન સહન કરવું પડશે. કારણ કે પહેલેથી જ અમારું માર્જિન ઓછું છે, તેથી અમે આ વધારાનો ખર્ચ ઉઠાવી શકીએ તેમ નથી.

જણાવી દઈએ કે, 15 ઓક્ટોબરથી વેપારીને કરવામાં આવતા રૂપિયા 2000થી વધુના UPI ચૂકવણા પર 0.4 ટકાની MDR ફી લાગુ થઈ જશે. આ MDR ફીની ચૂકવણી ગ્રાહકે કરવાની રહેશે નહીં, તેની ચૂકવણી વેપારીઓ કરશે. રૂપિયા 2000થી વધુના પેટ્રોલ-ડીઝલ કે CNGની ખરીદી પર રૂપિયા 5નો ફિક્સ MDR લાગશે. તેથી વેપારીઓ UPIથી ચૂકવણી સ્વીકારવા પર MDR ફી વસૂલવામાં આવવાના વિરોધમાં આવી ગયા છે.

રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, વીમો અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓ પર ટકાવારીના આધારે ચાર્જ લગાવવાને બદલે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે જો તમે રૂપિયા 2,000થી વધુની કોઈ પણ ચૂકવણી (ભલે રૂપિયા 2500નું પેટ્રોલ પુરાવો કે રૂપિયા 50,000નું વીમા પ્રીમિયમ ભરો) UPIથી કરો છો, તો મર્ચન્ટ પર માત્ર રૂપિયા 5નો ફિક્સ્ડ ચાર્જ લાગશે.

મોટા વેપારીઓને રાહત આપવા માટે રૂપિયા 75,000 કે તેથી વધુના મોટા ચૂકવણા પર MDRની મહત્તમ સીમા રૂપિયા 300 નક્કી કરવામાં આવી છે. ભલે વ્યવહાર રૂપિયા 1 લાખનો હોય કે રૂપિયા 5 લાખનો, ચાર્જ રૂપિયા 300થી વધુ હોઈ શકે નહીં.

શાકભાજી વેચનારા, ચાની દુકાનવાળા, નાના કરિયાણાના દુકાનદાર અને ઓટો ડ્રાઇવર મોટા પાયે QR કોડનો ઉપયોગ કરે છે. આવા નાના વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જે નાના દુકાનદાર અને વેન્ડર્સની UPI QR કોડ મારફતે મહિનાની કુલ ડિજિટલ ચૂકવણી રૂપિયા 1 લાખ સુધીની છે, તેમને P2PM કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ દુકાનદારો માટે તમામ ટ્રાન્ઝેક્શન પર MDR સંપૂર્ણપણે શૂન્ય (0%) રહેશે, ભલે ટ્રાન્ઝેક્શન રૂપિયા 2,000થી ઉપરનું જ કેમ ન હોય.

આંકડા અનુસાર ભારતમાં UPIથી થતા કુલ મર્ચન્ટ પેમેન્ટ્સમાંથી 96%થી વધુ ટ્રાન્ઝેક્શન રૂપિયા 2,000 કે તેથી ઓછાના હોય છે. સરકારનો તર્ક છે કે દેશના 95%થી વધુ નાના અને મધ્યમ વેપારીઓ આ MDR ચાર્જના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર રહેશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો