વિધાનસભા અધ્યક્ષે સવપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું સ્થળ નિરીક્ષણ કર્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

થરાદ તાલુકાના સવપુરા ગામે ચાલી રહેલા સવપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કામનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી.

શંકરભાઈ ચૌધરીએ કેનાલના કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તેમજ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી. ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ ભાર મૂકાયો હતો.

સવપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ કુલ પાંચ સ્ટ્રક્ચર અને આશરે 14 હજાર ફૂટ લાઇનિંગનું કામ હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં આશરે 10 હજાર ફૂટ લાઇનિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ત્રણ સ્ટ્રક્ચરનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના બે સ્ટ્રક્ચરનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. સમગ્ર કામગીરી છ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ચોમાસા દરમિયાન કેનાલની કામગીરીને કારણે સવપુરા નજીકના કેટલાક ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ઉભા પાકને અસર થવાની સ્થિતિ સર્જાતા કામગીરી અંગે સવાલો પણ ઉઠ્યા હતા.

હવે વિધાનસભા અધ્યક્ષની સ્થળ મુલાકાત અને અધિકારીઓને આપવામાં આવેલી સૂચનાઓ બાદ કેનાલનું કામ મજબૂતાઈ, ગુણવત્તા અને સમયમર્યાદા સાથે પૂર્ણ થાય તેવી ખેડૂતોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો