રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૯.૨૦૨૬
હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલ ના સાથરોટા રોડ પર આવેલ દુકાન માં વિદેશી દારૂ ભરેલી ટ્રક ખાલી થતી હતી ત્યારે છાપો મારતા 49,72,800/- દારૂ 10 લાખ ની ટ્રક 30000/- ની બાઈક 5000/- નો મોબાઈલ સાહિત 60,07,800/- ના મુદ્દામાલ સાથે એક ઝડપી પાડી છ ઈસમો સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ રૂરલ પોલીસ પેટ્રોલિંગ માં હતી દરમ્યાન બાતમી મળી હતી કે હાલોલ થી સાથરોટા રોડ પર શાંતિકુંજ સોસાયટી બહાર એક ટ્રક માંથી પ્રોહિબિશન નો જથ્થો ઉતારી દુકાન માં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જે બાતમી ના આધારે તે જગ્યા એ છાપો મારતા એક બંધ બોડી ની કન્ટેનર ટ્રક માંથી પાંચ ઈસમો પેટી ઓ ઉતારી રહ્યા હતા. પોલીસ ને જોતા ત્યાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે તેમનો પીછો કરતા એક ઈસમ ઝડપાઇ ગયો હતો તેનું નામ થામ પૂછતા જસરામ ખેતારામ જાટ ઉ.વ.21 રહે.કુગેરો બાડમેર. રાજસ્થાન જણાવ્યું હતું ટ્રક માં તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના 49,728/- ક્વોટારીયા મળી આવેલ જેથી પોલીસે 49,72,800/- દારૂ 10 લાખ ની ટ્રક 30000/- ની બાઈક 5000/- નો મોબાઈલ સાહિત 60,07,800/- ના મુદ્દામાલ કબજે લઇ અશોકભાઈ ચૌધરી, બાદશાહ રાજપૂત, સરણ રાજા કન્ટેનર ટ્રક ચાલક તેમજ માલ મોકલનાર આ પાંચેવ આરોપીઓના પુરા નામ તેમજ સરનામાં મળી આવેલ નથી આમ છ ઈસમ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરતા દારુ નો વેપલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલોલ વિસ્તાર માંથી છેલ્લા ઘણા દિવસ થી મોટી માત્રામાં દારૂ નો જથ્થો પોલીસ ના હાથે ઝડપાયો હોવા છતાં બુટલેગરોમાં કોઈ નો પણ ડર હોય તેમ લાગી રહ્યું નથી પોલીસ રેડ માં પણ કોઈ બુટલેગર કે કોઈ મોટા માથા હાથમાં આવતા ન હોવાની પણ લોક ચર્ચાનો વિષય બન્યો છે.











