MORBI:મોરબીના નવલખી પોર્ટ પર નવા બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો: કર્મચારી મહામંડળ દ્વારા ઉષ્માભેર સ્વાગત

મોરબી:ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) હસ્તકના ઐતિહાસિક અને વ્યસ્ત એવા નવલખી બંદર ખાતે નવા FGM બંદર અધિકારી (Port Officer) તરીકે કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. તેમની નિમણૂક બાદ કર્મચારી વર્ગ તેમજ સ્થાનિક અગ્રણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેપ્ટન મિશ્રાએ ચાર્જ સંભાળતા જ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ, ગાંધીનગરના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંઘ (મોરબી)ના પ્રમુખ જે. એલ. ધાંજા, મંત્રી જે. ટી. નાચિયા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી અને કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ નવનિયુક્ત પોર્ટ ઓફિસરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત હોદ્દેદારોએ કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને નવલખી બંદરના વહીવટ તેમજ વિકાસ કાર્યો સફળતાપૂર્વક આગળ વધે તે માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.












