વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ


વાવ-થરાદ : સેવા સેતુ અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતી તથા અકસ્માત નિવારણ અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રાઇવર-કંડક્ટરોના આરોગ્યની તપાસ માટે મેડિકલ તથા આંખના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવર તથા કંડક્ટરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, વાહન ચલાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા તેમજ અકસ્માત નિવારણ માટે જરૂરી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાવ-થરાદ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ અભિયાન અંતર્ગત ડ્રાઇવર અને કંડક્ટરો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમના મેડિકલ અને આંખના ચેકઅપ માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પ દરમિયાન ડ્રાઇવર-કંડક્ટરોનું આરોગ્ય ચેકઅપ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોની ફરજ દરમિયાન તેમની શારીરિક તંદુરસ્તી તેમજ માર્ગ સલામતી બંને મહત્વપૂર્ણ હોવાથી આવા તાલીમ અને આરોગ્ય તપાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.










