ડાંગનાં સાકરપાતળ ગામ નજીકથી વન વિભાગે ૩ વર્ષના દીપડાને પાંજરે પૂર્યો:- ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..

 

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળ આવતી સાકરપાતળ રેંજ વિસ્તારમાંથી વન વિભાગની ટીમને મોટી સફળતા સાંપડી છે. સાકરપાતળ ગામ નજીક છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. માનવ વસવાટ નજીક દીપડો દેખાવાના કિસ્સા વધતા સ્થાનિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સાકરપાતળ રેંજ વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરૂં ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.વન વિભાગના કર્મચારીઓ દ્વારા મંદિર ફળિયા નજીક આવેલી પરશુભાઈ ગોપાલભાઈ જાદવની માલિકીની સર્વે નંબર ૫ વાળી જમીનમાં વ્યૂહાત્મક રીતે પાંજરૂં મૂકવામાં આવ્યું હતુ.આ પાંજરામાં આખરે આશરે ૩ વર્ષની ઉંમરનો એક પૂર્ણ સશક્ત દીપડો કેદ થઈ ગયો હતો. વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દીપડાનો કબજો મેળવ્યો હતો.દીપડાના સફળ રેસ્ક્યૂ બાદ વન વિભાગ દ્વારા તેની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી.દીપડો સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતા તેને સુરક્ષિત રીતે દૂરનાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સતત ભયના ઓથાર હેઠળ જીવતા સાકરપાતળ ગામના ગ્રામજનોએ દીપડો ઝડપાઈ જતાં વન વિભાગની ત્વરિત કામગીરીનો આભાર માન્યો હતો અને આશ્વાસન અનુભવ્યુ હતુ.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો