MORBI:મોરબી: ચેક રિટર્ન કેસમાં પેકેજીંગ પેઢીના બે ભાગીદારોને ૧ વર્ષની જેલ સજા અને ₹૧૮.૨૬ લાખનો દંડ

મોરબીમાં પેપર મિલમાંથી ખરીદેલા ક્રાફ્ટ પેપરની બાકી રકમ પેટે આપેલા ચેકો પરત ફરવાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. મોરબી કોર્ટે કેશવ પેકેજીંગ પેઢીના બે માલિકોને એક વર્ષની સાદી જેલ સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.
મોરબી સ્થિત ‘રાધેશ્યામ પેપર મિલ’ પાસેથી ‘કેશવ પેકેજીંગ’ના સંચાલકો પ્રતિક રતિલાલ રંગપરીયા તથા ભાવનાબેન રતિલાલ રંગપરીયાએ ક્રાફ્ટ પેપરની ખરીદી કરી હતી. આ ખરીદી પેટે બાકી નીકળતી ₹૯,૧૩,૦૦૦ (નવ લાખ તેર હજાર)ની ચૂકવણી માટે કેશવ પેકેજીંગ દ્વારા ત્રણ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, બેંકમાં રજૂ કરતા ત્રણેય ચેકો વગર વસૂલાતે પરત (બાઉન્સ) ફર્યા હતા.

ચેક રિટર્ન થતાં રાધેશ્યામ પેપર મિલ દ્વારા મોરબીની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ધ્યાને લઈ મોરબી કોર્ટે આરોપી પ્રતિક રંગપરીયા અને ભાવનાબેન રંગપરીયાને કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે બંને ભાગીદારોને ૧ વર્ષની જેલ સજા ફટકારી છે. આ સાથે ચેકની મૂળ રકમથી બમણી રકમ એટલે કે ₹૧૮,૨૬,૦૦૦ (અઢાર લાખ છવ્વીસ હજાર)નો દંડ કરવાનો આદેશ કર્યો છે.આ કેસમાં ફરિયાદી રાધેશ્યામ પેપર મિલ તરફે વકીલ બી. એન. શેઠ, નીશ શેઠ તથા જાનકીબેન એન. મહેતા રોકાયા હતા












