WAKANER:વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ

WAKANER:વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે જંકફુડને જાકારો થીમ રાખવામાં આવી હતી, તથા પેકેજડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ જેવા ઠંડા પીણા ને બાય બાય જેવા સૂત્રો સાથે રાષ્ટ્રીય પોષણ માહ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ સાથે ભાગ લીધો જેમાં બાળકો ઘરેથી બનાવેલ આરોગ્યપ્રદ ખોરાક, લીલા શાકભાજી, ફ્રૂટ, અનાજ, કઠોળ અને ડ્રાયફ્રુટ જેવો પૌષ્ટિક ખોરાક શાળામાં લાવેલા હતા અને આજથી બાળકોએ જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ તેમજ પેકેજડ ફૂડને તીલાંજલિ આપવાનું પ્રણ લીધું. આ ઉજવણીનો હેતુ બાળકો પૌષ્ટિક તેમજ આરોગ્યપ્રદ ખોરાક નો આહારમાં સમાવેશ કરે જેથી તેનું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે અને સમાજમાં જાગૃતિ આવે તે સંદર્ભે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણીમાં શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને વિશેષ શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ વંડરાનું માર્ગદર્શન પ્રેરક બની રહ્યું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો