વઘઈ ખાતે ‘યુવા સંગમ’ યોજાયો: રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની સક્રિય ભૂમિકા માટે આહ્વાન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ‘યુવા સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી વિભાગ સેવા પ્રમુખે યુવાનોને સંબોધિત કરી રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની જવાબદારી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

સંબોધન દરમિયાન જણાવાયું હતું કે, યુવા શક્તિ એટલે સાહસ, સંકલ્પ અને નવી દિશામાં આગળ વધવાની ક્ષમતા. ભારત વિશ્વમાં સૌથી મોટી યુવા શક્તિ ધરાવતા દેશોમાં અગ્રેસર છે અને દેશની આ યુવા શક્તિમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા રહેલી છે. આજનો યુવાન જ આવતીકાલના ભારતની દિશા અને દશા નક્કી કરશે.

‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને આત્મસાત કરી ભારત વિશ્વને શાંતિ, સંવાદ અને સહઅસ્તિત્વનો માર્ગ બતાવી શકે છે, ત્યારે યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. યુવાનો ચરિત્રવાન, સંસ્કારી, સંવેદનશીલ, અનુશાસિત અને સંકલ્પબદ્ધ બની રાષ્ટ્રહિતને સર્વોપરી રાખે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં યુવાનોને સંકલ્પ અપાવવામાં આવ્યો કે, “મારા પરિવાર માટે, મારા ગામ માટે, મારા સમાજ માટે અને મારા રાષ્ટ્ર માટે હું યથાશક્તિ કંઈક કરીશ.” વ્યક્તિગત સફળતા સાથે સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી નિભાવવાની ભાવના વિકસે તો જ સશક્ત સમાજ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે.

સંબોધનમાં સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા સમાજમાં ઊભા થતા ભેદભાવ, ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવિરોધી વિચારોથી યુવાનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. યુવાનો જાગૃત બને, સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજે અને રાષ્ટ્રહિતમાં સકારાત્મક ભૂમિકા ભજવે તે જરૂરી હોવાનું જણાવાયું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.

‘મારો દેશ, મારું કર્તવ્ય’ના સંકલ્પ સાથે યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધવાનો સંદેશ

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો