વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
બગડેલા બટાકા, કૃત્રિમ રંગ, અને ન્યૂઝપેપરનો તેમજ કલર વાળી કોટન કેન્ડીનો મોટા પ્રમાણમાં જથ્થો સ્થળ પર જ નાશ કરાયો.
૪૦ જેટલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સનું સઘન ચેકિંગ: હાઇજીન નિયમોનું પાલન કરવા અને ગ્લોવ્ઝ-એપ્રોન પહેરવા કડક સૂચના.
ભુજ,તા-૨૨ સપ્ટેમ્બર : ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્ય રક્ષણ ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માધાપર યક્ષના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર્સ શ્રી એમ. એમ. પટેલ ની સંયુક્ત ટીમે અચાનક દરોડા પાડી વ્યાપક તપાસ હાથ ધરી હતી.બગડેલી સામગ્રી અને આરોગ્યપ્રદ નિયમોના ભંગ સામે લાલઆંખતંત્રની ટીમ દ્વારા મેળામાં આવેલા પકોડી (પાણીપૂરી)ના ગલ્લા, ચાર્ટ-દાબેલીના સ્ટોલ્સ, ચાઇનીઝ તથા અન્ય ફાસ્ટફૂડ અને ઠંડા પીણાંનું વેચાણ કરતી કુલ ૪૯ જેટલી પેઢીઓ અને લારી-ગલ્લાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો બનાવવા માટે વપરાતી સામગ્રીની ગુણવત્તા અને રસોઈ ક્ષેત્રની સ્વચ્છતા ચકાસવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય અને આરોગ્ય માટે જોખમી એવા ૧૭ કિલોગ્રામ બગડેલા બટાકા, અતિશય પ્રમાણમાં વપરાતો આશરે ૨ લીટર જેટલો સિન્થેટિક ફૂડ કલર (દ્રાવણ) તેમજ ખાદ્યપદાર્થો રાખવા કે પીરસવા માટે વપરાતો છાપાં/ન્યૂઝપેપરનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ખાસ તપાસ અને માર્ગદર્શન (Inspection & Guidelines)દરોડા દરમિયાન અધિકારીઓએ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને FSSAI ના હાઇજીન ધોરણોનું પાલન કરવા કડક તાકીદ કરી હતી:ન્યૂઝપેપરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ:છાપાની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ અને લેડ (સીસું) ખોરાકમાં ભળવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહે છે. તેથી તળેલા પદાર્થોમાંથી તેલ સોષવા માટે કે તે પીરસવા માટે ન્યૂઝપેપરના બદલે ફૂડ-ગ્રેડ ટિશ્યૂ પેપર કે બટર પેપરનો જ ઉપયોગ કરવો.પર્સનલ હાઇજીન (વ્યક્તિગત સ્વચ્છતા):ખોરાક બનાવતા અને પીરસતા તમામ કારીગરોએ માથા પર કેપ/ટોપી, હાથમાં ગ્લોવ્ઝ (મોજાં) અને સ્વચ્છ એપ્રોન પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.વાસી કે અયોગ્ય સામગ્રીનો ઉપયોગ નહીં:દૂષિત પાણી, અતિશય કૃત્રિમ રંગો, અને વાસી/બગડેલા શાકભાજી કે ચટણીનો ઉપયોગ ન કરવા સખત ચેતવણી આપવામાં આવી છે.શુદ્ધ પાણી અને ઢંકાયેલો ખોરાક:પાણીપૂરીના વેન્ડર્સને માત્ર આરોગ્યપ્રદ પાણી વાપરવા અને તમામ ખાદ્યપદાર્થોને ધૂળ-માખીઓથી બચાવવા યોગ્ય રીતે ઢાંકીને રાખવા સૂચના અપાઈ છે.












