“સેવા મારું યોગદાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા,-૨૨ સપ્ટેમ્બર : માન.વડાપ્રધાન નાં ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે તા.૧૭/૦૯/૨૦૨૬ થી તા.૧૭/૧૦/૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાનમાં ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા તા.૧૯/૦૯/૨૦૨૬ ના રોજ કેરા આઈ.ટી.આઈ. ખાતે માર્ગ સલામતી વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સી.આઈ.મહેરા, સહાયક મોટર વાહન નિરીક્ષક અંકિત પટેલ તેમજ કોમર્સ કોલેજના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કુલ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ, ભુજના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને જાહેર માર્ગો પર વાહન ચલાવતી વખતે રાખવાની થતી તકેદારીઓ અંગે તેમજ મોટર વાહન નિયમો અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં માનનીય વડાપ્રધાન ના સુશાસન સંકલ્પ અંતર્ગત આરટીઓ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ ફેસલેસ તેમજ કોન્ટેક્ટલેસ સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. જાહેરમાર્ગો પર સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત થાય તથા ભાવી પેઢી સલામત ડ્રાઈવિંગ તેમજ માર્ગ સલામતી વિષયક વિવિધ યોજનાઓ જેવી કે, હીટ એન્ડ રન, PM રાહત યોજના, ગુડ સમેરીટન યોજના વગેરે વિશે પાવર પોઈન્ટ પ્રઝેન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવેલ.કાર્યક્રમના અંતે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી અંકિત પટેલ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા સંબંધિત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. 

સ્થળ : આઈ.ટી.આઈ. કેરા, તા.ભુજ

લાભાર્થીઓની સંખ્યા : આશરે ૪૦૦

પ્રસંગ : સેવા મારું યોગદાન અંતર્ગત માર્ગ સલામતી કાર્યક્રમ.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો