ઓપરેશન મિલાપ’ હેઠળ ડાંગ પોલીસની ટીમે સુરતથી ગુમ થયેલા પતિને વાંસદાથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્યો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ઓપરેશન મિલાપ’ હેઠળ ડાંગ પોલીસની સરાહનીય સુરતથી ગુમ થયેલા પતિને ગણતરીના કલાકોમાં વાંસદાથી શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યો  પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં ઉગા ચીંચપાડા ગામની એક મહિલાએ પોતાના પતિ ગુમ થયા અંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ સમક્ષ મદદની ગુહાર લગાવી હતી.આ સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મારફતે પણ અધૂરી માહિતીવાળો વિડીયો વાયરલ થયો હતો.આ બાબતને ગંભીરતાથી લઈને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)નાં પી.એસ.આઈ. જે.જી.અનડકટ દ્વારા તેઓની અલગ-અલગ ટીમો બનાવી ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરતા માલૂમ પડ્યુ હતુ કે, ગુમ થનાર યુવક સુરત ખાતે એક કંપનીમાં કામ કરતો હતો અને કામ અર્થે આબુ તથા પાલનપુર તરફ ગયો હતો.આ દરમિયાન તેઓ બીમાર હોય તેમજ આર્થિક અને પારિવારિક ટેન્શનના કારણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી કોઈને પણ જાણ કર્યા વગર ટ્રેનમાં બેસી દિલ્હી તરફ જતા રહ્યા હતા. તપાસ દરમિયાન તેઓ ટ્રેન મારફતે નવસારી તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ હકીકત મળતા, પોલીસે સુરત અને નવસારી જિલ્લામાં વિવિધ ટીમો બનાવી રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશનો પર સઘન તપાસ શરૂ કરી હતી.ગણતરીના કલાકોમાં જ વઘઈ પોલીસ અને LCB ની ટીમે યુવકને નવસારી જિલ્લાના વાંસદા બસ સ્ટેશન ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો.ત્યારબાદ તેમને ભોજન તથા જરૂરી દવા-સારવાર પૂરી પાડી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવીને યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ. ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત યુવકનું તેમના પરિજનો સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યુ હતુ. ડાંગ પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીથી ખુશ થઈને જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગ્રુપના સભ્યોએ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રૂબરૂ આવીને પોલીસ ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ડાંગ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર અધૂરી કે ગેરમાર્ગે દોરતી માહિતી અથવા રીલ્સ વાયરલ કરવાને બદલે સાચી માહિતીની ખરાઈ કરીને પોલીસનો સંપર્ક કરવો જેથી પ્રજા અને પોલીસ બંનેને મદદરૂપ થઈ શકાય..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો