થરા નગર પાલિકાની ચૂંટણી માં ત્રિપાંખિયો જંગ જામ્યો, આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

થરા નગર પાલિકાની ચૂંટણી માં ત્રિપાંખિયો જંગ જામ્યો, આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

થરા નગર પાલિકાની ચૂંટણી
મતદાન તા.૧૧/૧૦/૨૦૨૬ ના યોજાશે અને મતગણતરી તા. ૧૩/૧૦/૨૦૨૬ થશે.૬ વોર્ડમાં કુલ ૨૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.થરા નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે.નગર પાલિકાની ચૂંટણીમાં હવે ત્રિપાંખિયો જંગ જામતો જોવા મળી રહ્યો છે.વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો અને સંગઠનને મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,જેના પગલે થરા નગરમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ તેજ બની છે.આ વચ્ચે આજે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ સી. ટી. સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું.કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ સંગઠનમંત્રીપ્રભાતસિંહ સોલંકી,પાટણ લોકસભા પ્રમુખ પ્રશાંતભાઈ ચૌધરી,વાવ-થરાદ જિલ્લા પ્રમુખ નવીનભાઈ પટેલ, શોસિયલ મીડિયા બનાસકાંઠા ઈન્ચાર્જ દિનેશજી ઠાકોર, ઓગડ તાલુકા પ્રમુખ જેઠુભા વાઘેલા,બનાસકાંઠા જિલ્લા લીગલ સેલ સંગઠન મંત્રી અશ્વીનસિંહ સોલંકી, વિધાનસભા સંગઠન મંત્રી વાલાજી ઠાકોર, કાંકરેજ તાલુકા પ્રમુખ અભુજી વાઘેલા, કાંકરેજ તાલુકા સંગઠન મંત્રી ભારતસિંહ જાદવ સહીત આમ પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોને ફુલહાર પહેરાવી ખેસ દ્વારા સન્માન કરી મ્હોં મીઠુ કર્યું હતું. કાર્યકરો માં પણ આગામી નગરપાલિકા ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ થરાના વિકાસને પાકિસ્તાન સાથે સરખામણી કરી થરા અને પાકિસ્તાનના વિડિયો જોવો તમને એકસરખા લાગશે તેમ જણાવ્યું હતું.કાર્યાલય શરૂ થતાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને વધુ વેગ મળવાની શક્યતા છે. સ્થાનિક સ્તરે લોકો સુધી પહોંચવા,સંગઠનને મજબૂત બનાવવા તેમજ નગરના વિવિધ પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જવા માટે પાર્ટી દ્વારા આગામી દિવસોમાં કાર્યક્રમો યોજાશે.થરા નગરપાલિકા વિસ્તારમાં રસ્તા,પાણી, સફાઈ,ગટર વ્યવસ્થા,સ્ટ્રીટ લાઈટ,ટ્રાફિક વ્યવસ્થા સહિત ના સ્થાનિક પ્રશ્નો ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે.ચૂંટણી નજીક આવતા વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના મુદ્દાઓ અને વિકાસના એજન્ડા સાથે મતદારોનો સંપર્ક કરવામાં આવશે.આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સાથે થરા નગરની ચૂંટણીમાં રાજકીય ગતિવિધિઓને નવી દિશા મળી છે.આગામી દિવસોમાં ત્રણેય પક્ષો દ્વારા પ્રચાર અને સંગઠનાત્મક કામગીરીમાં વધારો થાય તેવી શક્યતા છે. હવે મતદારો કોના મુદ્દાઓને મહત્વ આપે છે અને ચૂંટણીના મેદાનમાં રાજકીય પક્ષો કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.થરા નગર પાલિકાની ચૂંટણીને લઈને આગામી દિવસોમાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની સંભાવન
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો