GADHINAGAR:ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૨૪મી સપ્ટેમ્બરે યોજાશે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ; સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી થશે રજૂઆતો

GADHINAGAR:ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૨૪મી સપ્ટેમ્બરે યોજાશે ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ; સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી થશે રજૂઆતો

ગાંધીનગર:ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઇન નિવારણ માટેનો સપ્ટેમ્બર મહિનાનો ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ આગામી તા. ૨૪મી સપ્ટેમ્બર, ગુરુવારના રોજ યોજાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલા આ જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે ‘રાજ્ય સ્વાગત’નું આયોજન કરવામાં આવે છે. આ પહેલ હેઠળ સામાન્ય નાગરિકોના પડતર પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવામાં આવે છે.

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકો ગુરુવાર, ૨૪મી સપ્ટેમ્બરના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ-૨માં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ આવીને પોતાની અરજી કે રજૂઆત નોંધાવી શકશે.

ત્યારબાદ બપોર પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે અને સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી માટે જરૂરી દિશાનિર્દેશ આપશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો