આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ*

આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ*

 

તાહિર મેમણ – આંનદ – 22/09/2026 – આણંદ જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે કચેરીના આંતરિક અને બાહ્ય પરિસરમાં વ્યાપક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ પ્રત્યક્ષ સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું.

 

જિલ્લા પંચાયતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહભેર જોડાઈને પોતાના કાર્યસ્થળને સ્વચ્છ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

સામુહિક સફાઈ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના આંતરિક પરિસર અને કચેરીના વિશાળ પ્રાંગણમાં સર્વગ્રાહી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભૌતિક સફાઈ પૂરતો મર્યાદિત ન રહેતા કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને એક સ્વચ્છ કાર્યસ્થળ જાળવી રાખવાનો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય તમામ વરિષ્ઠ અધિકારીઓએ કર્મચારીઓ સાથે મળીને કચેરીના દરેક ખૂણા અને ખુલ્લી જગ્યાઓની સફાઈ કરી એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

સ્વચ્છતા હી સેવા – સ્વચ્છ કાર્યસ્થળ, સ્વચ્છ પરિસરના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમ દ્વારા સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાનો સચોટ સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. અધિકારીશ્રીઓની સક્રિય સહભાગિતાને કારણે કર્મચારીઓમાં સ્વચ્છતા બનાવી રાખવા માટે નવા ઉત્સાહનો સંચાર થયો હતો અને કચેરીમાં સ્વચ્છ વાતાવરણ ઊભું કરવા માટે સામુહિક જવાબદારીની ભાવના પ્રબળ બની હતી. આ સફાઈ અભિયાનના માધ્યમથી જનતાને પણ પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો