શિનોરમાં મકબુલ શફી ચિસ્તી બાવાના 96મા ઉર્સ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ફૈઝ ખત્રી..શિનોર

વડોદરા જિલ્લાના શિનોર ખાતે મકબુલ શફી ચિસ્તી બાવાના 96મા ઉર્સ પ્રસંગે દરગાહ ખાતે ખિદમતે ખલ્ક કમિટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉર્સ પ્રસંગે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં વિવિધ ધર્મના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. મકબુલ શફી ચિસ્તી બાવાની દરગાહ પ્રત્યે હિન્દુ-મુસ્લિમ સહિત વિવિધ ધર્મના લોકોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે.

મકબુલ શફી ચિસ્તી બાવાના ઉર્સ પ્રસંગે માત્ર શિનોર અને આસપાસના વિસ્તારોમાંથી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં દરગાહ ખાતે હાજરી આપે છે.

ઉર્સ દરમિયાન ખિદમતે ખલ્ક કમિટી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ થકી માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો