અખાડા થી આંતરરાષ્ટ્રીય મંચ સુધી સફર કરનાર આસ્થા ચૌધરી નો અભિવાદન અને સત્કાર સમારંભ યોજાયો

23 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અખાડા થી આંતરરાષ્ટ્રીય મંચ સુધી સફર કરનાર આસ્થા ચૌધરી નો અભિવાદન અને સત્કાર સમારંભ યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી આસ્થા સંજયભાઈ ચૌધરીએ ઈસ્તંબુલ (તુર્કી) ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્લોબલ ગ્રેપલીંગ (કુસ્તી) સ્પર્ધામાં વિવિધ દેશોના શ્રેષ્ઠ કુસ્તીબાજો સામે જોરદાર મુકાબલો કરી તેણીએ ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલનું, સમાજનું, પોતાના પરિવારનું અને દઢીયાળ ગામનું નામ રોશન કરવા બદલ કેળવણી મંડળ અને આદર્શ શૈક્ષણિક સંકુલ દ્રારા તા-22/9/2026 ના રોજ અભિવાદન અને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સંકુલના તમામ વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા કરી આસ્થાનું અભિવાદન કર્યું હતું.
સત્કાર સમારંભમાં કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્રારા આસ્થાને સાલ અને મોમેન્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે સાથે મંજિલ સુધી પહોચાડનાર આસ્થાના પિતાશ્રીની તપસ્યાને બિરદાવવા માટે સંજયભાઈનું પણ સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક પ્રવચનમાં આસ્થા ચૌધરી એ પોતાના ફિલ્ડ માટે કરેલ કઠોર મહેનત, પરિવાર તથા શાળાનો સહયોગ તથા મંજિલ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ લક્ષ્ય વિશે પ્રેરણાદાયી સ્પીચ આપી વિદ્યાર્થીઓને અભિભૂત કર્યા હતા. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી, સભ્યશ્રી નારાયણભાઈ ચૌધરી તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી એ પ્રાસંગિક પ્રવચનમાં આસ્થા ચૌધરી ની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આમ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્રારા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો