MORBI:મોરબીમાં માધાપર શેરી નં. ૩ પાસેથી વિદેશી દારૂની ૫ બોટલ સાથે એક ઝડપાયો, સપ્લાયર સહિત બે સામે ગુનો નોંધાયો

MORBI:મોરબીમાં માધાપર શેરી નં. ૩ પાસેથી વિદેશી દારૂની ૫ બોટલ સાથે એક ઝડપાયો, સપ્લાયર સહિત બે સામે ગુનો નોંધાયો

મોરબી:મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા હાથ ધરાયેલી પેટ્રોલિંગ દરમિયાન માધાપર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માધાપર શેરી નં. ૩ ના નાકા પાસે એક યુવક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલા વિમલના થેલાની તલાશી લેતાં તેમાંથી ‘રાજસ્થાન ઓન્લી’ માર્કા વાળી વિદેશી દારૂની ૦૫ સીલબંધ બોટલો (કિંમત રૂ. ૨,૮૨૫) મળી આવી હતી.

પોલીસે ગેરકાયદે દારૂના જથ્થા સાથે રાહુલ ઉર્ફે લાલિ રમેશભાઈ પરેશા (રહે. મોરબી) નામના આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ દારૂનો જથ્થો પૂરો પાડનાર તરીકે સાવન ઉર્ફે સાવલો કોળી (રહે. મોરબી)નું નામ ખુલ્યું હતું.

આ મામલે એ ડિવિઝન પોલીસે રૂ. ૨,૮૨૫ નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી તેમજ દારૂ સપ્લાય કરનાર શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો