નવસારીમાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ સાથે બાઈક રેલી યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આશરે ૨૦૦ બાઈક સવારો સાથે ૪૮૦ જેટલા લોકો જોડાયા; માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ ગુંજ્યો

નવસારી: ‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ના અનુસંધાને નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રાજકીય આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલીમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ શાહ, નવસારી કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ ડીવાયએસપી, આરટીઓ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા નાગરિકોએ પણ રેલીમાં જોડાઈ માર્ગ સલામતીના સંદેશને જનજન સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું. રેલીમાં આશરે ૨૦૦ જેટલા બાઈક સવારો સહિત કુલ ૪૮૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી.

સર્કિટ હાઉસથી શરૂ થઈ રેલી

માર્ગ સલામતી બાઈક રેલીનું પ્રસ્થાન સર્કિટ હાઉસ, નવસારી ખાતેથી કરવામાં આવ્યું હતું. બાઈક સવારો દ્વારા હેલ્મેટ પહેરીને તથા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ઓવર સ્પીડથી બચવું અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રેલીનો રૂટ સર્કિટ હાઉસથી ઇટાલવા ત્રણ રસ્તા, છાપરા ચાર રસ્તા, ઉસ્માની સર્કલ, સિંધી કેમ્પ થઈ લુન્સીકુઈ સુધીનો રહ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રેલીને સ્થાનિક નાગરિકોનો પણ પ્રતિસાદ મળ્યો હતો.

‘સલામત માર્ગ, સુરક્ષિત જીવન’નો સંદેશ

માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી, પરંતુ દરેક નાગરિકે ટ્રાફિક નિયમોને પોતાની જવાબદારી સમજી તેનું પાલન કરવું જરૂરી છે. આ સંદેશ સાથે યોજાયેલી બાઈક રેલી દ્વારા ‘સલામત માર્ગ, સુરક્ષિત જીવન’નો સંદેશ આપવામાં આવ્યો હતો.

ખાસ કરીને યુવાનોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે, બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ થાય અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી થતા અકસ્માતોને અટકાવી શકાય તે માટે આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહ્યા છે.

રેલીનું લુન્સીકુઈ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરટીઓ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા સામાજિક સંસ્થાઓની સંકલિત કામગીરી જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે નવસારીમાં યોજાયેલી આ માર્ગ સલામતી બાઈક રેલી જનજાગૃતિનું અસરકારક માધ્યમ બની હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો