ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડે અભિજિત મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભાજપના એક કાર્યકર તરીકે કર્તવ્ય પથ પર કાર્યરત રહીશ, પક્ષે મુકેલો વિશ્વાસ સાર્થક કરીશ : પરેશ લાડ

– ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડે અભિજિત મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો

– ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, પીઢ અગ્રણીઓના આશીર્વાદ લીધા

– જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને સંગઠનની ટીમે પ્રચંડ જનસમર્થન સાથે વધાવ્યા

ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ પરેશ લાડે આજે વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે. પદભાર સંભાળતા પહેલા તેમણે પક્ષના પીઢ અગ્રણીઓ અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.

ભાજપ જિલ્લા પ્રમુખનું પદ સંભાળતા પેહલા પ્રથમ પરેશ લાડ એ સ્ટેશન રોડ સ્થિત બંધારણ ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યાંથી તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અભિજિત મુહૂર્તમાં પરેશ લાડ એ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા સંગઠનની ટીમ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ ઉત્સાહભેર અને પ્રચંડ જનસમર્થન સાથે નવનિયુક્ત યુવા પ્રમુખ પરેશ લાડનું સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષે મુકેલા વિશ્વાસને સાર્થક રાખી હમેશા એક કાર્યકર તરીકે કર્તવ્ય પથ પર કાર્યરત રહેવાની નેમ સાથે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના પદભાર ગ્રહણમા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, પ્રદેશ બક્ષીપંચના ઉપાધ્યક્ષ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, અમિત ચાવડા, નિશાંત મોદી સહિતના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો, મિત્રમંડલ, જિલ્લા ભાજપ સંગઠન પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો