રોકડ રકમ અને ઓરિજિનલ દસ્તાવેજો ભરેલું પાકીટ માલિકને પરત કરી પ્રવીણભાઈ સોલંકીએ જીત્યું દિલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં માનવતા અને ઈમાનદારીની સુંદર મિસાલ સામે આવી છે. થરાદ ખાતે આવેલી ICI બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સોલંકીને બેંક પરિસરમાં ભરતભાઈ ચૌધરીનું પાકીટ મળી આવ્યું હતું.

મળેલા પાકીટમાં મહત્વના ઓરિજિનલ દસ્તાવેજો તેમજ રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું હતું. પાકીટ મળ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ પ્રવીણભાઈ સોલંકીએ તેમાં રહેલી વસ્તુઓ પોતાના ઉપયોગમાં લેવાને બદલે પ્રામાણિકતા દાખવી પાકીટ તેના મૂળ માલિક ભરતભાઈ ચૌધરીને પરત કર્યું હતું.

પોતાનું પાકીટ અને તેમાં રહેલા જરૂરી દસ્તાવેજો તથા રોકડ રકમ સલામત રીતે પરત મળતાં ભરતભાઈ ચૌધરીએ પ્રવીણભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કરી તેમની ઈમાનદારીને બિરદાવી હતી.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈમાનદારી અને માનવતા આજે પણ સમાજમાં જીવંત છે. ફરજ દરમિયાન મળેલી વસ્તુને સાચા માલિક સુધી પહોંચાડનાર પ્રવીણભાઈ સોલંકીની ઈમાનદારીની આસપાસના લોકોમાં પણ પ્રશંસા થઈ રહી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો