વાત્સલ્યમ્ .સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ, તા-૨૩ સપ્ટેમ્બર : વોંધ ની સરકારી હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સઘન IEC અભિયાન-3.0 હેઠળ HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેશ ભંડેરી સાહેબ , જિલ્લા TB-HIV અધિકારીશ્રી ડો. મનોજ દવે સાહેબ તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંઘ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરી મેડમ ના દિશાનિર્દેશનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વોંધ ના CHO જીતેન્દ્ર મેરિયા તથા આરોગ્ય કાર્યકર ઉમંગભાઈ ઉંડાવિયા , મૂળજીભાઈ સોનારા, જયશ્રીબેન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને HIV/AIDS, STI, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ રોગોના કારણો, સંક્રમણના માર્ગો, મુખ્ય લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. HIV/AIDS અંગે સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર HIV ટેસ્ટિંગ, ART સારવાર તેમજ HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.સાથે જ ટીબી અને લેપ્રસીના લક્ષણો, સમયસર તપાસ અને નિયમિત સારવારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પાણીજન્ય અને વાહકજન્ય રોગો તથા તેમના અટકાયતી પગલાં અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રોગો અને તેના નિવારણ અંગે પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના આરોગ્યકર્મીઓ દ્વારા સંતોષકારક અને વૈજ્ઞાનિક રીતે જવાબ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સુધી HIV, STI, TB, હિપેટાઇટિસ તથા રક્તદાન અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવા, ગેરમાન્યતાઓ દૂર કરવા, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તથા સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો હતો.કાર્યક્રમને સફળ બનાવવા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો.











